Home Contact Us
Banner
શ્રી  સિધ્ધેશ્વરી માતાનું પ્રાગટ્ય:

દેવી ભાગવત પ્રમાણે અખિલ બ્રહ્માંડમાં અધિષ્ઠાત્રી દેવી શ્રી ભુવનેશ્વરી માતાનું કાયમી નિવાસ સ્થાન મણિદ્વીપમાં છે. માતાજી સદા પાર્વતીરૂપે શંકરદાદા સાથે કૈલાસ પર્વત ઉપર બિરાજે છે. જગત ને જન્મ આપનાર તે જગદંબા. આમ માતા પાર્વતીજીનું બીજુ  સ્વરૂપ અંબા ભવાની છે. માતા પાર્વતી જ્યાં સતિ સ્વરૂપે બીરાજમાન હતાં. ત્યાં દક્ષ પ્રજાપતિના (પાર્વતીજીના પિતા) યજ્ઞમાં વગર આમંત્રણે જતા અને અપમાનીત થતા લાગી આવતા સતિ અગ્નિ પ્રગટ કરે છે. અને સતિના દેહ વિલયથી ક્રોધિત બનેલ શિવજીએ સતિના અગ્નિ સ્વરૂપે ખભે ઉપાડી ગગન વિહારી બને છે. શિવજીનો ક્રોધ શાંત કરવા શ્રી વિષ્ણુ દેવોની વિનંતીથી સુદર્શન ચક્ર ચલાવીને સતિના દેહના ટુકડા કરે છે. જેથી શિવજી શાંત બને. ત્યાર બાંદ જ્યોતી સ્વરૂપે આ ટુકડા ભારત વર્ષમા જ્યાં જ્યાં પડે ત્યાં દ્દેવીની શક્તિપીઠ બને છે. આવી ૫૧ શક્તિપીઠ ભારતમા છે. (જુનું ભારત એટલે પાકિસ્તાન, બાંગલાદેશ સાથેનું) ત્યાર બાદ જ્યારે જ્યારે દેવી ભકતો મુશ્કેલી પડે ત્યારે અસુરો-રાક્ષસોનાં સંહાર માટે દેવી આરાધના થતાં માતાજી પ્રગટ્યા. એક એવું પ્રથમનું મહાન સ્વરૂપ કે દેવોએ પોતાના હથિયાર આપી, પોતાના તેજ,  પુંજ્શક્તિ પ્રધાન કરી તે સ્વરૂપે એટ્લે  ‘મહિશાસુર મર્દિની અંબિકા‘ત્યારબાદ તાડકાસુર, રક્ત્વીજ, ચંડ-મુંડ, શુંભ-નિશુંભ વગેરે અનેક સ્વરૂપે સંહાર કર્યો. અને જે તે અસુરને મારવા જે સ્વરૂપે માતાજીએ ધારણ કર્યો તે પ્રમાણે તેના નામ પડ્યા. એક ભંડાસુર નામના અસુરને મારવા માતાજી પ્રગટ થયા અને સિઘ્ધી મેળવી એ સ્વરૂપે એટ્લે સિધ્ધાંબિકા અથવા સિદ્ધેશ્વરી અને સિદ્દી ને આપવા વાળા એવા ખાસ લક્ષણ યુકત સ્વરૂપે એટલે સિધ્ધીદા- સિદ્ધેશ્વરી. આ દેવી નવ દુર્ગા પૈકીના નવમા દેવી છે. આપણા કુળદેવી શ્રી સિધ્ધાંબિકા પ્રથમ જ્યોતી સ્વરૂપે પ્રગટ થયા. જયાં જયાં દેવી પ્રગટ થાય ત્યાં જ્યોતી સ્વરૂપ જ હોય છે. દા. ત. ગબ્બર ઉપર માતા અંબિકાનું સ્વરૂપ જ્યોતી રૂપ દિપક હાલ જોવા માળે છે. આથી તો માતાજીના પ્રતિકરૂપ જ્યોત એટલે આપણો દિવો. આમ શક્તિ પ્રગટાવાનું માદ્યમ જ્યોંતી કે દિવો છે. દેવી ભાગવત પ્રમાણે નવ દર્ગા નામાવલી આ પ્રામાણે છે-

૧. શૈલ પુત્રી
૨. બ્રહ્મચારિણી
૩. ચંન્દ્રધણ્ટા
૪. ક્રુષ્માંડદુર્ગા  
૫. સ્કન્દમાતા
૬. કાત્યાયની  
૭. કાલરાત્રી
૮. માહાગોરી  
૯. સિધ્ધાત્રી  

વેદોમા કેટલીક દેવીઓના ઉલ્લેખ જોવા મળે છે. આપણા પુરાણો અને શક્તિ પુજાના મહાન ગ્ર્ંથોમા આદિ દેવી મા ભુવનેશ્વરી અને ત્યારબાદ ભારતમાં જુદા જુદા સ્થળો ક્યારે કોના દ્વારે અસ્તિત્વમાં આવ્યા તે રસપ્રદ રીતે વર્ણવેલા છે. વલ્લ્ભ ઘોળા જેવા મહાન ભક્તો એ માતાજી ભરપેટ યશોગાન ગાયા છે. નવદુર્ગાઓ સર્વ ભારતની અદ્દિષ્ઠાત્રી દેવી છે. બંગાળ બાજુ અને હિન્દીમાં “દૂર્ગા” શબ્દ માતાજી માટે છે. આ દુર્ગા શબ્દ “દુર્ગ ” ઉપરથી આવેલ છે. અને દુર્ગા હિન્દીમાં અર્થ કિલ્લો થાય છે. ડીસાનું જુનુ નામ દર્શનપુર હતું. માતાજી ઉંચી જગ્યા ઉપર શક્તિરૂપે અથવા અદ્શ્ય જયોતી સ્વરૂપે હશે, પરંતુ પોતાના કુળના બાળકો હેરાન થતા જોઇ, માતાજી હંમેશા દયાનિધાન હોય, આથી કરૂણા-દયા રૂપે પ્રગટી આપણા પુર્વજોને આશ્ર્વાસન આપી, તેઓના સર્વ રીતે રક્ષણાર્થે, કોપ રૂપે વિકરાળ બની, હાથમાં કટારી ધારણ કરી ભંડાસુર જે અસુર હતો તેને માર્યો હશે તે સહેજે કલ્પી શકાય તેવી બાબત છે. જે કટારીથી ભંડાસુર માર્યો હ્તો તે કટારીઓ જ માતાજીનાપ્રતિકરૂપ હતી અને આથી જ માતાજી ઉપાસનામાં પ્રથમ તો આ કટારીઓ પુજામાં હતી. તેવો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ ના ઇતિહાસ પ્રમાણે મુસ્લીમ આક્રમણકારો પૈકીના અલ્લાઉદ્દીન ખીલજી, જે હિન્દુઓના આસ્થા કેન્દ્ર (તે સમયે હિન્દુઓના મુખ્ય દેવ તરીકે શંકર હોઇ શિવાલયો પ્રસિદ્ધ હતા). સોલંકી રાજાઓ શિવ પુજક હતા. આથી અલ્લાઉદીન સીમ, વગડા, ગામડા ખુંદતો ડીસા નજીક (થરાદ પાસે રણ આવી જાય છે) આવેલ કચ્છ્ના નાના રણપ્રદેશથી પ્રવેશી રસ્તામાં દર્શનપુર (હાલનું ડીસા) નું શિવ મંદિર તોડવા પ્રયત્ન કરેલ હશે, પરંતુ શિવ મંદિર ખુબ નાનું હતું અને જલ્દી નજરે ચડે તેવું ન હંતુ. વળી શિવ હોય ત્યાં શક્તિ હોય જ, કારણ કે શક્તિ શિવનાં અર્ધાંગના છે. આથી આ વખતે શિવજી ત્યાં સિધ્ધેશ્વર (મહાદેવ) તરીકે બીરાજમાન હશે. આથી શ્રી સિદ્ધેશ્વરી પણ મોજુદ હોય છે. આમ ખુબજ નાના શિવબાણ ને કારણે સિધ્ધેશ્વરનો બચાવ થયો હશે. પહેલાના દેક સ્થાનોમાં અઢળક ધન ચોર લુંટારાના ભયે જમીનમાં દાટવાની પરંપરા હતી. આથી યવનો દ્વારા માતાજીની કટારી નીચે ગોખ નીચે ખોદવા જતા અલ્લાઉદ્દીનના લશ્કરમાં માતાજી કોપ ફાડી નીકળતા અલ્લાઉદ્દીન ખીલજી વીલાં મોઢે પાછો ફરેલ છે. વૈશ્યો તો બ્રાહ્મણોના કોપથી ડીસા છોડી ચાલ્યા ગયેલ, આથી ત્યાંના સ્થાનિક મુસ્લીમ સમાજે આ પવિત્ર કટારી સાચવેલ હતી. પરંતુ તેઓ પણ દુશ્મનોના આક્ર્મણથી તેનું રક્ષણ નહી કરી શકતા તેઓ પણ તીતર ભીતર થતા ગયા અને માતાજીનો તાપ નહી જીરવાતા કંટાળી આપણા વડીલ પૂર્વજોને બોલાવી આ કટારી સોંપેલ હતી. આમ આ બન્ને કટારીઓ આપણા પૂર્વજોને માતાજીના પ્રતિક રૂપે પરત મળી. પરંતુ તે વખતનો આપણા સમાજ રૂઢીચુસ્ત હતો અને આ કટારી મુસલમાન હસ્તક હોય, માતાજીની ઇરછાથી વિધિપૂર્વક મુર્તિ પધરાવી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી ઐતિહાસિક વડનગરના વિશ્વકર્મા સંતાનો, સલાટો અને શિલ્પકારોને બોલાવી, પુરાતત્વની દષ્ટીએ સુંદર કલાક્રુતિ જેવું સોલંકી શૈલીનું મંદિર બંધાવી તેમાં મુર્તિ વિધિપૂવૃક પધરાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી આપણા કુળદેવી શ્રી સિધ્ધાંબિકાની મૂર્તિ સ્થાપના થયેલ અને દેવી ભાગવત પ્રમાણે નવદૂર્ગા પૈકીના નવમા દેવી છે. ગુજરાતના ઇતિહાસ સાથે માતાજીના ઇતિહાસ મેળવવા જોઇયે તો પાટણની સ્થાપના ઇ.સ. ૮૭૨માં થઇ. ગુજરાતનો પ્રથમ રાજકીય સ્થાપક વનરાજ ચાવડા ઇ.સ. ૧૩૦૮માં થયો. શ્રી સોમનાથ મંદિર ઇ.સ. ૧૨૯૮માં લુંટાયું અને અલ્લાઉદ્દીન ખીલજી ઝાલાવાડ ઇ.સ. ૧૩૦૮માં જીતે છે અને લગભગ ચાવડા વંશના સાત રાજા ૧૯૬ વર્ષ રાજ્ય કરે છે અને સોલંકી વંશમા ૧૩ રાજા ૩૦૦ વર્ષ રાજ્ય કરે છે. અને તેરમી સદીથી આપણો મુલક ગુજરાત કહેવાતો થયો. તે પ્રમાણે ૮૦૦ વર્ષ પહેલા અલ્લાઉદીન ખીલજીવાળો બનાવ બન્યો હશે.

        તે પહેલા પ્રુથ્વીની ઉત્પતિ સમયથી જ માતાજી ડીસાની ધરતી ઉપર અને તે પહેલા ત્યાં જળમાં અને તે પહેલા મણિદ્ધીપમાં નિવાસ કરતા હશે. આમ કાળ ગણના સહેજે રીત થઇ શકે તેમ છે. આપણા વણિક સમાજના સાપણા કુળદેવી શ્રી સિદ્ધેશ્વરી માતા છે. આપણા દશા દિશાવાળની ઘણી શાખા, પેટા શાખાઓ છે. જે છુટી છવાઇ નોકરી ધંધાર્થે વસે છે.


<< Prev
View all >>
શ્રી સિધ્ધાંબિકામાતાનો ઇતિહાસ બંધારણ સભાસદ ફોર્મ